Blog Detail

પોર્ટફોલિયો / ટિપ્સ(સૂચનાઓ)

25 Aug

પોર્ટફોલિયો / ટિપ્સ(સૂચનાઓ)

  • તમારા પોર્ટફોલિયોને જાતે બનાવો બીજામાંથી નકલ કરો નહિ.
  • ઇન્ટરવ્યૂમાં બેઠેલા નિષ્ણાંત તમારા વિષે પ્રથમ 10-15 સેકન્ડમાં જ એક છાપ બનાવશે તેથી યાદ રાખો કે તમારું શ્રેષ્ઠ કાર્ય / ક્ષમતા શરત માંજ રજુ કરો.
  • તમારો પોર્ટફોલિયો 2 થી 3 મિનિટનો હોય છે જો તમારું કામ 60-90 સેકન્ડ જેટલું શ્રેષ્ઠ હોય તોતે જ પ્રદર્શિત કરો.
  • તમારા ડેમોરીલમાં આર્ટવર્ક સ્કેચ અને તમારા અંતિમકાર્ય વિશેની ટૂંકમાં સમજ આપો અને તમારા વિચારો અને કામ વિશેના કોનસેપ્ટ ડેવલોપમેન્ટ પ્રદર્શિત કરો.
  • જો તમે સ્ટુડિયોમાં કોઈ ચોક્કસ પ્રોફાઇલ અથવા ભૂમિકા માટે અરજી કરી રહ્યાં છો, તો ફક્ત તમારા રીલશોમાં તે કાર્યનો મુખ્યભાગ શામેલ કરો.ઉદાહરણ તરીકે, લાઇટિંગ આર્ટિસ્ટ તરીકે તમારી ડેમો રીલમાં કોઈ સંગીત ઉમેરશો નહીં. ડેમો રીલ જોતી વખતે નિષ્ણાત અવાજ બંધ રાખશે, સિવાય કે તે કેરેક્ટર એનિમેશન ડેમો રીલ છે જેમાં સંવાદ બોલતા કોઈ પાત્ર હોય છે.
  • જ્યાં સુધી તમે મોશન ગ્રાફિક્સ પ્રોફાઇલ માટે અરજી નકરો ત્યાં સુધી, તમારી ડેમોરીલની શરૂઆતમાં શીર્ષક એનિમેશન ઉમેરશો નહીં. શરૂઆતમાં એક સ્થિરફ્રેમ, તમારું પૂર્ણ નામ અને વિશેષતાનો ઉલ્લેખ કરવો અને તમારા ડેમોરીલના અંતે પૂર્ણનામ, ઇમેઇલ, સંપર્ક નંબર આવશ્યક છે.
  • સુનિશ્ચિત કરો કે તમે તમારા રેઝ્યૂમેની સારી પ્રિન્ટકોપિ રાખી છે. તમને તમારા ડેમોરીલમાં પ્રદર્શિત વિશિષ્ટ કાર્ય પરનાપ્રશ્નોપૂછીશકે છે,  તેથી ખાતરી કરો કે તમે તેના માટે તૈયાર છો.
  • કલાકારોમાટે, તેમની ડેમોરીલ તેમના રેઝ્યૂમે કરતા વધુ મહત્વ પૂર્ણ છે.
  • તમારા શ્રેષ્ઠ કાર્યોને કાળજી પૂર્વક તૈયાર કરો અને તમારા શિક્ષક અથવા કોઈ પણ વ્યવસાયિક દ્વારા મોકલતા પહેલા તેની સમીક્ષા કરો.

મીડિયા અને માનિરંજન ક્ષેત્રે તમારી મનપસંદ નોકરી કેવી રીતે પસંદ કરશો?

મનપસંદ નોકરી પસંદ કરવા માટે કેટલીક સૂચનાઓ:

  • નોકરી માટે અરજી કરતા પહેલાં ઇન્ટરનેટ પર કંપની / સ્ટુડિયો વિશે સંશોધન કરો.
  • એક સરળ છતાં સર્વગ્રાહી રેઝ્યુમ તૈયાર કરો જે તમારા વિષે માહિતી પુરી પાડે
  • કંપનીની ભરતી પ્રક્રિયાને સમજો અને તમારા વિશેની પ્રોફાઈલ એ મુજબ તૈયાર કરો.
  • આ બધી માહિતી ઉપરાંત તમારે એક સ્ટુડિયો પરિસરમાં સ્ટુડિયો ટેસ્ટ આપવો પડશે તો એની માટે સુસજ્જ રહો.
  • તમારી પહેલી જ છાપ છે એ ખુબ મહત્વની છે માટે વ્યવસ્થિત રીતે પોતાને ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરો.
  • કુશળ રીતે પ્રત્યાયન કરો કેમ કે ઇન્ટરવ્યૂ લેનાર તમારા પ્રત્યાયન કૌશલ્યને પણ ચકાસશે
  • ઇન્ટરવ્યૂ દરમિયાન એચ આર તમારી વિનમ્રતા, ટીમવર્ક, કાર્યનીતિ, અને કાર્યકરવાની ઇચ્છા શક્તિ વગેરે પણ ચકાસશે કેમ કે જો જરૂર પડે તો તમને વધારાની જવાબદારી પણ આપી શકાય.

Comments